આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતનો પરિપત્ર
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડા પ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંધની જ઼મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
૨.તદ્દનુસાર વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. કોવિક મહામારી બાદ ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧મી જુન ર૦રરના રોજ આંતરશષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા માનવતા માટે યોગા řoga for Humanity" ના થીમ સાથે ૨૧મી જુન ૨૦૧૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
૩. ચાલુ વર્ષે વિશાળ જનભાર્ગીદારી સાથે સમગ્ર રાજયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના માર્ગદર્શન માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૩૦/૦૫/૨૦રરના ઠરાવથી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે રાજય સ્તરની સમિતિની રચના કરવામાં આવેલ છે. આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ વિગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમો ભવ્ય રીતે અને સફળતાપૂર્વક યોજાય અને તેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ નીચે મુજબની સમિતિઓની રચના કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોમાં અંદાજે ૩૦૦૦ વ્યક્તિઓ તથા મહાનગરપાલિકા કક્ષાના મુખ્ય કાર્યક્રમોમાં અંદાજે ૨૦૦૦ વ્યક્તિઓ ઉપસ્થિત રહે તે રીતે આયોજન કરવાનું રહેશે. તાલુકા, ગામ અને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાના કાર્યક્રમમાં તથા તમામ શાળા, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો તથા અન્ય જગ્યાઓ ખાતે યોજવાના થતા કાર્યક્રમોમાં અપેક્ષિત વ્યક્તિઓની સહભાગિતાની વિગતો આ સાથે સામેલ છે, (ર) કાર્યક્રમને લગત અન્ય ધ્યાને લેવાની વિગતો નીચે મુજબ છે. કાર્યક્રમ સ્થળ તરીકે ખુલ્લી જગ્યા નકકી કરવાની રહેશે.
• અત્રેથી નિયત કરવામાં આવે તે કક્ષાના કાર્યક્રમો ખાતે ટીવી / એલ.ઇ.ડી. સ્ક્રીનનીવ્યવસ્થા કરવાની રહેશે.
• આમંત્રિતો માટે યોગ્ય કક્ષાએથી આમંત્રણ પાઠવાય તે જોવાનું રહેશે. (૩) સ્ટેજ બેકડ્રોપ ડિઝાઇન કેન્દ્ર કક્ષાએથી ઉપલબ્ધ થયેથી રાજય કક્ષાએથી પૂરી પાડવામાંઆવશે.
(૪) લાભાર્થીઓ માટે જરૂરીયાત મુજબની પાણીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
(૫) કાર્યક્રમના સ્થળે પ્રાથમિક સારવાર સુવિધા, ડોકટર, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે.
(૬) કાયદો વ્યવસ્થા, વીજ પુરવઠો સ્વચ્છતા, વીઆઇપી મુવમેન્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
(૩) મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આખરી થયે અત્રેથી મોકલી આપવામાં આવશે. તે મુજબ અમલીકરણ કરવાનું રહેશે. (૮) કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થા કરવાની રહેશે.
(૯) કાર્યક્રમ પૂર્ણ થયે કાર્યક્રમની વિગતો જેવી કે કાર્યક્રમનું સ્થળ, ભાગ લીધેલ વ્યક્તિઓની સંખ્યા, હાજર રહેલ મહાનુભાવોની વિગત વિગેરે તથા સારી ગુણવત્તાવાળા પાંચ ફોટોગ્રાફસ આ કાર્યક્રમ માટે અત્રેથી બનાવવામાં આવી રહેલ પોર્ટલ ઉપર અપલો કરવાના રહેશે. (પોર્ટલનું URL હવે પછી મોકલવામાં આવશે.) (૧૦)રાજયના જિલ્લા અને મહાનગરપાલિકાઓના કાર્યક્રમ માટે ખર્ચની મર્યાદા જિલ્લા અને
મહાનગરપાલિકા દીઠ રૂા.૫ લાખની રહેશે. અને આ રકમ સંબંધિત જિલ્લા કલેકટરશ્રી/મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને ફાળવવામાં આવશે. (૧૧) તાલુકા અને નગરપાલિકાકક્ષાના કાર્યક્રમ માટે રૂ.૫૦,૦૦૦/- ગ્રાન્ટ સંબંધિત જિલ્લાકલેકટરશ્રીઓને ફાળવવામાં આવશે.
સમિતિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ તાલીમ,નિર્દેશ વ્યવસ્થાપન, સેનિટેશન, સ્થળ પસંદગી અને કાર્યક્રમ સંચાલન તથા ડેટા સંકલનની તમામ કામગીરી કરવાની રહેશે,
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતનો પરિપત્ર
Post a Comment
Post a Comment