કલા ઉત્સવ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત
રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે"આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત "હર ઘર તિરંગા" કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત (ગાયન અને વાદન)નું આયોજન દરેક જિલ્લામાં શાળા કક્ષાથી શરૂ કરી જિલ્લા કક્ષાએ ડાયેટ, પ્રાચાર્ય, ડીપીઇઓ, શાસનાધિકારી અને ડીઇઓના સંકલનથી કરવાનું થાય છે. નીચેની સૂચનાઓને અને સામેલ સ્પર્ધાનો સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરીઆયોજન કરવા જણાવવામાં આવે છે. 1) રાજ્યમાં આવેલ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ"કાર્યક્રમ અંતર્ગત "હર ઘર તિરંગા" કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે ચિત્રકલા, બાલકવિ સંમેલન, સંગીત સંમેલન (ગાયન અને વાદન) નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.
શાળા કક્ષાની સ્પર્ધા : સર્વ પ્રથમ શાળા કક્ષાએ કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અનેતૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી./ યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનીરહેશે, 4) ક્લસ્ટર / ડ્યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતાસ્પર્ધકની એન્ટ્રી તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.
5) તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટર /યુ.ડી.સી.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનું રહેશે, તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી. કો.ઓ અને એસ.વી.એસ, કન્વીનર સાથે રહી કરશે.
6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષા/એસ.વી.એસ.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.
જિલ્લાકક્ષાએ જિલ્લાના જાણીતા ચિત્રકારની પસંદગી કરવાની રહેશે. કવિ સ્પર્ધા માટે- સાહિત્યના જાણકાર શિક્ષક નિવૃત્ત શિક્ષક કે આ સબંધી અન્ય જાણકાર વ્યકિત / તાલુકા કક્ષાએ તાલુકાના જાણકાર અને જિલ્લાકક્ષાએ જિલ્લાના જાણીતા સાહિત્યકાર કવિની પસંદગી કરવા રહેશે.
સંગીત સ્પર્ધા માટે- સંગીત (ગાયન અને વાદન) ના જાણકાર
શિક્ષક/નિવૃત્ત શિક્ષક કે આ સબંધી અન્ય જાણકાર વ્યકિત/ તાલુકા કક્ષાએ તાલુકાના જાણકાર અને જિલ્લાકક્ષાએ જિલ્લાના જાણીતા ગાયક અને વાદકની પસંદગી કરવાની રહેશે. વ્યકિતનો સમાવેશ કરવાનો રહેશે.
14) તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓએ આ સ્પર્ધાઓને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને કરવાની રહેશે, નીચેની સૂચનાઓ, નિયમો અને ગુણાંકન મુજબ જિલ્લા કક્ષાએથી ડાયેટ પ્રાચાર્યશ્રી, ડીઇઓશ્રી,
ડીપીઇઓશ્રી, અને શાસનાધિકારીશ્રીના સંકલનથી કામગીરી હાથ ધરવાની રહેશે. સામાન્ય સૂચનાઓઃ કલા ઉત્સવ હેઠળ યોજાનાર વિવિધ સ્પર્ધામાં સરકારી, ગ્રાન્ટેડ, અને ખાનગી શાળા, આદર્શ નિવાસી 1.
શાળા, આશ્રમશાળા, કે.જી.બી.વી. વગેરે શાળાના ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. શાળા કક્ષાએથી લઇને સી.આર.સી/ક્યુ.ડી.સી. કક્ષાએ, બી.આર.સી./એસ.વી.એસ. કક્ષાએ, જિલ્લા 2.
કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક નિભાવવાનું રહેશે. ૩. કોઇપણ સ્પર્ધક એક સાથે બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં
કલા ઉત્સવનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ કૌશલ્યોની ઓળખ અને તેની પ્રતિભા વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો ઇરાદો નથી. સ્પર્ધાની જુદા જુદા ક્ષેત્રમાં વહેંચણી થયેલ હોઇ ( શાળા, સી.આર.સી, તાલુકા, જિલ્લા, રાજય) આગળના તબક્કામાં સ્પર્ધકને મોકલી આપવા પુરતું વિદ્યાર્થીને ક્રમ આપવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન સ્પર્ધા અને આયોજનના સુચારું સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે,
(૧) ચિત્ર સ્પર્ધા જરૂરી સૂચનાઓ
1. સ્પર્ધાનો સમયગાળો ર કલાકનો રહેશે.
2. આપેલ વિષયને અનુરૂપ ચિત્ર કાર્યક્રમના સ્થળે જ દોરવાનું રહેશે,
૩. સ્પર્ધા માટે કાગળ 12" X 18" પ્રમાણે દરેક સ્પર્ધકોને આયોજક તરફથી આપવામાં આવશે. કાગળ સિવાયની ચિત્ર માટેની અન્ય સાધન સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે. 4. નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.
10 સ્પર્ધાનો સમયગાળો ૧ કલાકનો રહેશે. આ સ્પર્ધામાં સ્પર્ધક મનપસંદ કવિતા રચી શકશે. 2) આ કવિતા ગુજરાતી અથવા હિન્દી ભાષામાં સ્થળ પર રચવાની રહેશે તેમજ તેને નિર્ણાયક સમક્ષ રજૂ કરવાની રહેશે.
૩) દરેક સ્પર્ધકને કવિતા રજૂ કરવા માટે મહત્તમ ૭ મિનિટનો સમય આપવામાં આવશે. 4) સ્પર્ધકને કોલ આપ્યા બાદ ર મિનિટમાં રજૂઆત માટે ઉપસ્થિત થશે નહીં તો તે સ્પર્ધા માટે ગેરલાયક
ઠરશે જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે.
52 સ્પર્ધા માટે A4 Size ના કાગળ દરેક સ્પર્ધકોને આયોજક તરફથી આપવામાં આવશે. કાગળ સિવાયની
અન્ય સાધન સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે.
(૩) સંગીત ગાયન સ્પર્ધા જરૂરી સૂચનાઓ
1) દરેક સ્પર્ધકને વિષય આધારિત ગાયકી રજૂ કરવા માટે ૫ મિનિટનો સમય આપવામાં આવશે.
2) સ્પર્ધકે વાંજિત્ર વગાડનારની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.
3) ગાયકી સમયે સ્પર્ધકની વેશભૂષાને ધ્યાને લેવામાં આવશે નહીં. 4) સ્પર્ધા દરમ્યાન સ્પર્ધક પ્રિ- રેકોડેડ મ્યુઝીકનો ઉપયોગ કરી શકશે નહીં.
1) સ્પર્ધકે લોકવાદ્યો શાસ્ત્રીય વાદ્યોના ઉપયોગથી રજૂઆત કરવાની રહેશે જે માટે સ્પર્ધકને ૫ મિનિટનો સમય આપવામાં આવશે.
2) પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં આપેલ સંગીતના વાદ્યો પૈકી કોઇપણ એકની સ્પર્ધકે રજૂઆત કરવાની રહેશે,
૩) વાદનના પ્રકારમાં સંગીતની શૈલી, સૂર-તાલ અને ઢાળ જળવાય રહે તે આવશ્યક છે. 4) સ્પર્ધકે વગાડવાના વાદ્યો સાથે લાવવાના રહેશે આયોજક દ્વારા તે પૂરા પાડવામાં આવશે નહી.
5) કોલ આપ્યા બાદ ર મિનિટમાં રજૂઆત માટે સ્પર્ધક ઉપસ્થિત થશે નહી તો તે સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે
6) વાદન સ્પર્ધામાં વિવિધ વાદ્યો વગાડનાર સ્પર્ધકોમાંથી નિણાર્ય ત્રણ શ્રેષ્ઠ વાદકને પસંદગી ક્રમ આપવાનો રહેશે.
7) લોકવાદ્યોની રજૂઆતમાં વેશભૂષાને ધ્યાને લેવામાં આવશે નહીં.
8) દરેક સ્પર્ધક વાંજિત્રોની ગોઠવણી માટે સહાયક લઇ શકાશે જે માટે ૫ મિનિટનો સમય આપવામાં આવશે આ સમયને વ્યવસ્થાના સમય તરીકે ગણવાનો રહેશે.
9) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે,
ઉક્ત સમયગાળા દરમિયાન દરેક શાળામાં મહત્તમ વૃક્ષો વવાય તેવું આયોજન કરવુ. સીઆરસી/ ક્યુડીસી, બીઆરસી/એસવીએસ. અને /8કક્ષાએ જે વિદ્યાર્થી ભાગ લે તે દરેક એક છોડ વાવે તેવુ આયોજન કરવું તેમજ હર ધર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત દરેક સ્કુલ જે ગામ કે શહેર કે શેરી કેઉક્ત સમયગાળા દરમિયાન દરેક શાળામાં મહત્તમ વૃક્ષો વવાય તેવું આયોજન કરવુ. સીઆરસી/ યુડીસી, બીઆરસી/એસવીએસ અને જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થી ભાગ લે તે દરેક એક છોડ વાવે તેવુ આયોજન કરવુ તેમજ ‘હર ધર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત દરેક સ્કુલ જે ગામ કે શહેર કે શેરી કે વાડીમાં છે તે દરેક ઘર ખાતે તા.13/8/2022 થી 15/8/22 દરમિયાન 75માં વર્ષની ઉંજવણીના ભાગરૂપે દરેક ઘર ઉપર તે નિયત કરેલ દિવસો દરમિયાન તિરંગા ફરકાવી તેનું અભિવાદન કરીએ.
Post a Comment
Post a Comment