-->
Natural

Featured Post

Menu

On Line Nominations for 2022-23 under INSPIRE Award Scheme - MANAK

On Line Nominations for 2022-23 under INSPIRE Award Scheme - MANAK

વિષયઃ On Line Nominations for 2022-23 under INSPIRE Award Scheme - MANAK

સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે INSPIRE Award Scheme -MANAK Quest 2812 Department of Science and Technology, India and National Innovation Foundation-India ના સંયુકત ઉપક્રમે અમલીકૃત યોજના વર્ષ ૨૦૦૯ – ૧૦ થી શરૂ થયેલ છે. આ અન્વયે પ્રતિવર્ષની જેમ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઓન લાઇન શાળા રજીસ્ટ્રેશન અને ઓનલાઇન નોમીનેશન પ્રક્રિયા ૦૧/૦૭/૨૦૨૨ થી શરૂ થયેલ છે. અને તા. ૩૦/૦૯/૨૦૨૨ના રોજ બંધ થનાર છે,

આ અન્વયે ધોરણ ૬ થી ૮ ધોરણ ધરાવતી શાળા દ્વારા ૩ અને ધોરણ ૯ -૧૦ ધરાવતી શાળા દ્વારા ૨ best original ideas/ innovations E-Management of INSPIRE Award Scheme (E-MIAS) web portal ( www. inspireawards-dst.gov.in) પર વિધાર્થી શાળા દ્વારા અપલોડ કરવાના થાય છે. આ યોજના અન્વયે જે વિધાર્થીના original ideas innovations પસંદ થાય છે તે વિધાર્થીના ખાતામાં ગ઼ ૧૦૦૦૦ એવોર્ડ ૨કમ તરીકે જમા થાય છે જેનો ઉપયોગ મોડેલ તૈયાર કરવા અને જિલ્લા પ્રદર્શનમાં ભાગ લેવા સંદર્ભે પ્રવાસ ખર્ચ માટે કરવાનો રહે છે. તમામ ડાયટ પાસે શાળા રજીસ્ટ્રેશન અને નોમીનેશન પ્રક્રિયા અંગેની ગાઇડલાઇન ઉપલબ્ધ છે, શાળાઓને આ સંદર્ભે જરૂરી માર્ગદર્શન ડાયટ જિલ્લા નોડલ અધિકારી દ્વારા આપવામાં આવશે.


આ અન્વયે ડાયટ તાલુકા લાયઝન દ્વારા દર ૧૦ દિવસે એસવીએસ અને બીઆરસી સાથે સંકલન કરી કેટલી શાળાઓનું નોમીનેશન થયુ અને કેટલી શાળાઓ બાકી તે અંગેની વિગતોની નોંધ કરવાની રહેશે. ડાયટના આ કામગીરી સાથે સંકળાયેલ જિલ્લા નોડલ અધિકારીએ તાલુકા લાયઝન સાથે આ તમામ બાબતોનું સંકલન કરવાનું રહેશે. આ સંદર્ભે આગામી સમયમાં જીસીઇઆરટી કક્ષાએથી ઓનલાઇન મીટીંગનું આયોજન કરી રીવ્યુ કરવામાં આવશે.

ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઇ ડાયટ દ્વારા પ્રાચાર્યશ્રી, ડીઇઓશ્રી, ડીપીઇઓશ્રીની સંયુકત સહીથી તમામ એસવીએસ કન્વીનર/ ટીપીઇઓ/ બીઆરસી/સીઆરસી તથા તમામ શાળાઓને સમયમર્યાદામાં મહત્તમ નોમીનેશન કરવા સંદર્ભે જાણ કરવા જણાવવામાં આવે છે. આભાર સહ.


IMPORTANT LINK



મહત્વપૂર્ણ લિંક


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email