"Strengthening of Sports Educatlon" ની ગ્રાન્ટ ફાળવી કરવા બાબત.
વિષય : "Strengthening of Sports Educatlon" ની ગ્રાન્ટ ફાળવી કરવા બાબત.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે PAR-2022-23 માં " Strengthening of sports * હેડ 79,263 અંતર્ગત 32940 પ્રાથમિક શાળાઓ માટે શાળા દીઠ ર 1100/- અને હેડ 77,234 અંતર્ગત 1865 માધ્યમિક શાળાઓ માટે શાળા દીઠ 1100/- મંજુર થયેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત રમતગમત અઠવાડિયા (સ્પોર્ટ્સ વીક) ની ઉજવણી, વાર્ષિક રમતગમત દિવસ (૨૯ ઓગસ્ટ) ની ઉજવણી વિગેરે માટે ફાળવાયેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો થાય છે. જે બાબતની વિગતવાર માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. કાર્યક્રમના અમલીકરણ માટે પ્રાથમિક શાળાઓને ફાળવવાની થતી ગ્રાન્ટની સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટર/શાસનાધિકારીશ્રીને અને માધ્યમિક શાળાઓને ફાળવવાની થતી ગ્રાન્ટની સંબંધિત જિલ્લા શિક્ષણાધિકાશ્રીઓને ફાળવણી કરવામાં આવેલ છે. આ ગ્રાન્ટ સંબંધિત શાળાઓને . ફાળવવાની રહેશે અને આ સાથે સામેલ માર્ગદર્શિકા પણ સંબંધિત શાળાઓને મોકલી આપવાની રહેશે. ગ્રાન્ટ ફાળવણીના આદેશ અને માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર સરકારશ્રીનાં પ્રવર્તમાન નિયમો અનુસાર ખર્ચ કરવાનો રહેશે,
માર્ગદર્શિકા
STRENGTHENING OF SPORTS
શાળાઓમાં સ્પોર્ટ્સ વિશ્વની ઉજવણી તેમજ વાર્ષિક રમતગમત દિવસ (૨૯ ઓગસ્ટ) ની ઉજવણી કરવા વિવિધ રમતોનું આયોજન કરવુ. જેમાં ખેલ મડ કુંત્રમાં યોજાતી મતોને વિશેષ પ્રાધાન્ય આપવું. વિસરાઇ ગયેલી ગ્રામીણ રમતોનો પણ સમાવેશ કરવો. શાળા પરિસરમાં આવેલ અન્ય શાળાના બાળકો સાથે ઇનડોર રમતનું આયોજન કરવુ.ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સૂચવવામાં આવતી પ્રવૃત્તિઓ/ઉજવણી અંગેના વિવિધ કાર્યક્રમ
યોજવા.બાળકોની ફીઝીકલ ફિટનેસ માટેના કાર્યક્રમો યોજવા, જેમાં બાળકોની ઉંચાઈ, વજન, આંખનાનંબર જેવી પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી. બાળકોના સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટે જાગૃતતા લાવવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અથવાઅન્ય સ્પોર્ટ્સ ખેલાડીઓ સાથે વાર્તાલાપ/પ્રોત્સાહન/રમતનુ આયોજન કરવું યોગના ભાગરૂપે નિયમિત ચૌગિક ક્રિયાઓ, આસન,પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓનું આયોજનકરવુ. શિક્ષકો/બાળકોને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય અંગે તજજ્ઞ દ્વારા ઓનલાઈન તાલીમયોજવી. આ અંગે CRC/BRC કો ઓર્ડીનેટરએ જરૂરી આયોજન કરવું.
રમતગમતમાં વિજેતા અને ભાગલેનાર બાળકોને તાલુકા/જિલ્લા કે તેથી આગળના સ્તરે વિજેતા થયેલ રમતવીરોના હસ્તે પ્રમાણપત્ર/ઇનામો આપવાનું આયોજન કરવું.
સ્થાનિક કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રૂબરૂ મુલાકાત ગોઠવવી. ગ્રાન્ટનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓ માટે જ કરવાનો રહેશે. આ ગ્રાન્ટ રમતગમતનાં સાધનોની ખરીદી માટે નથી.
STRENGTHENING OF SPORTS કાર્યક્રમ અંતર્ગત શાળાઓએ કરવામાં આવેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સહીતનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનો પરિચય મળી રહે તેવા કાર્યકમોનું આયોજન કરવું.
"Strengthening of Sports Educatlon" ની ગ્રાન્ટ ફાળવી કરવા બાબત.
Post a Comment
Post a Comment