-->
Natural

Featured Post

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે  લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા* *************** *મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જ…

Menu

ધોકો એટલે શુ?

ધોકો એટલે શુ?


ધોકો અથવા પડતર દિવસ


ધોકો અથવા પડતર દિવસ એટલે દિવાળી અને નવા વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ. આ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ  શરૂ થયું ન હોય,આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે. પંચાગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો  તફાવત ઓછો કે વધુ જોવા મળે છે. વ્યાવહારીક સરળતા ખાતર ચંદ્રની તિથી સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથી બદલાઇ જતી હોય. ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વર્ષની વચ્ચે બે માંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક(ભાગ્યે) આવી જાય છે.

જો કે સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે. કેટલાંક જ્યોતિષીઓના મત પ્રમાણે ધોકો પાળવાની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે ઉદ્‍ભવી છે, પ્રાચીન ગણતરીઓમાં આવી કોઈ પ્રથા જણાતી નથી. ધોકો પાળવો કે ન પાળવો એ સ્વૈચ્છીક ગણાવાય છે.

આજે છે પડતર દિવસ, આવો જાણીએ પડતર દિવસ વિશે

વિક્રમ સંવતનું 'કેલેન્ડર'  ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની  બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.

સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે, 

'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,

 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,

 'પુષ્ય'થી પોષ,

 'મઘા'થી મહા વગેરે..

આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.

ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.

પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો બફર' ( પડતર) દિવસ ગણાય. 

જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...?? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કહેવાય છે.


૨૦૧૦ ના વર્ષમા આવેલ ધોકા અથવા પડતર દિવસ વિશે જાણવા અહિ ક્લિક કરો


ધોકો એટલે શુ?


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email