ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષય ના શિક્ષકો માટે Online કોર્ષમાં જોડવા બાબત
વિષયઃ ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષય ના શિક્ષકો માટે Online કોર્ષમાં જોડવા બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવા નું કે NCERT દ્વારા ડાયટ લેક્ચરર અને ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષય ના શિક્ષકો/લેકચરર માટે “વ્યવસાયિક સજ્જતા માટે Online કોર્ષ તા.૨૧-૧૧-૨૦૨૨ થી શરૂ થનાર છે. તો આપની કક્ષાએથી ડાયટ લેકચરર અને જિલ્લાની તમામ શાળાઓને જાણ કરવા જણાવવામાં આવે છે. આ કોર્ષનો ઉદ્દેશ બેકચરર/શિક્ષકોને વિજ્ઞાનની વિભાવનાઓની સમજને સમૃદ્ધ બનાવવાનો તેમજ રોજીંદા જીવન સાથે જોડવા પર ભાર મુકાયેલ છે.
સદર કોર્ષમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફી Rs.2000/- (બે હજાર) Online ભરવા જણાવેલ છે. સ્વ ખર્ચે સ્વૈછીક રીતે સદર કોર્ષમાં જોડાવવાની ઇચ્છા હોય તે જોડાઇ શકે છે. વધુ જાણકારી માટે NCERT ની વેબ સાઈડ www. ncerts.in ઉપરથી મેળવી શકે છે.
સદર કોર્ષમાં 40 મોડ્યુલ નો સમાવેશ કરેલ છે. જે 40 અઠવાડિયામાં પૂર્ણ કરવા માટે
અઠવાડિયે 6 થી 8 કલાક જોડાવું જરૂરી છે. કોર્ષ સફળતા પૂર્ણ કરનારને NCERT દ્વારા ડિપ્લોમા એવોર્ડ આપવામાં આવશે.
સદર કોર્ષ માટે વધુ જાણકારી મેળવવી હોયતો Email ncertxtgmail.com પર સંપર્ક કરવાજણાવેલ છે.
Post a Comment
Post a Comment