મારી શાળા - - હરિયાળી શાળા” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવા બાબત
વિષય "મારી શાળા - - હરિયાળી શાળા” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવા બાબત
સમગ્ર શિક્ષા ધ્વારા આપણી શાળાઓને બાળમૈત્રીપૂર્ણ અને હરિયાળી (GREEN) બનાવવા માટે વિવિધ પ્રયાસો થ ધરવામાં આવે છે, EP-2020માં દર્શાવ્યા મુજબ શાળાઓમાં પર્યાવરણ શિક્ષણ માટે વિધાર્થીઓને પુરતી સમજ મળે અને પ્રકૃતિ સંવર્ધન માટે વિધાર્થીઓ ધ્વારા વિશેષ કાર્યો કરવામાં આવે તે હેતુસર આ વર્ષે "મારી શાળા-હરીયાળી શાળા" અંતર્ગત રાજયની તમામ સરકારી તેમજ અનુદાનિત તથા સ્વનિર્ભર શાળાઓમાં વૃક્ષારોપણ કરી તેમને હરિયાળી બનાવવાનો પ્રયાસ હાથ ધરાઇ રહથી છે.આ માટે તમામ શાળાઓમાં સ્થાનિક છોડ વૃક્ષ વાવવાની ઝુંબેશ હાથ ધરવાની થાય છે, જે માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખી સુધીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન કરવાનો રહેશે. આ કાર્યક્મ પ્રકૃતિ શિક્ષણની વૃધ્ધિ માટે છે. તેથી તેમાં યંત્રવત કામગીરી ન થાય તે અપેક્ષિત છે.
1. શાળાના આચાર્ય અને શિક્ષકોએ વૃક્ષારોપણમાં વિધાર્થીઓની સામેલગીરી થાય તે સુનિશ્ચિત કરવું.
2. રોપવામાં આવતા વૃક્ષો/ છોડના સ્થાનિક નામ, બોટનીકલ નામ તથા તેની ઉપયોગિતા વિશે બાળકોને માહિતીગાર કરવા,
૩. વૃક્ષારોપણ માટે પસંદ કરેલા છોડ અને તેની જગ્યા શાળામાં અવર-જવર દરમિયાન અવરોધ પેદા
ન કરે તેની કાળજી લેવી અને તે પ્રકારના જ છોડનું વાવેતર કરવું 4. જે શાળામાં વૃક્ષારોપણ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોય તેવી શાળાઓએ મોટા કુંડાઓમાં, શાળાના મકાનના ધાબા પર કંમ્પાઉન્ડ વોલની બહારની જગ્યાએ અથવા ગામ/શહેરની જાહેર જગ્યાઓએ વૃક્ષારોપણ કરવું, કાળ ન લેવાના કિસ્સામાં પાણી ભરાઇ રહે અને મચ્છરોનો ઉપદ્ભવ થાય તે પ્રકારે વૃક્ષારોપણ ન થાય તે જોવું.
5. શાળાની જરૂરિયાત અને જગ્યા મુજબ વૃક્ષો, છોડની લાક્ષણિકતાઓ જેવી કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા, છાંયડો આપવાવાળા, આયુર્વેદિક ગુણધર્મોવાળા, ફળ/ફૂલ/શાકભાજીવાળા, વધારે ઓકિસજન આપવાવાળા, ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવાવાળા જમીનનું ધોવાણ અટકાવવાવાળા, નાના જીવજંતુ પક્ષીઓને આકર્ષિત કરે તથા તેમને આશ્રય આપે તેવા વગેરે પ્રકારના સ્થાનિક વૃક્ષો/છોડ પસંદ કરવા, મોટા પાંદડાવાળા વૃક્ષો વધુ વાવવામાં આવે તે અપેક્ષિત છે.
6. શાળામાં વાવેતર કરી શકાય તેવા વિવિધ છોડના નામ અને તે કેવી જગ્યામાં વાવી શકાય તે માટે માર્ગદર્શન આપતી છોડના નામની યાદી પણ આ સાથે જોડેલ છે. જે આપને માર્ગદર્શનરૂપ બની રહેશે. આપ તે સિવાય સ્થાનિક ઉપલબ્ધિવાળા છોડ વૃક્ષો વાવી શકો છો. 7. "મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત શાળાએ વૃક્ષારોપણ કર્યા બાદ આ સાથે આપેલ ગુગલ ફોર્મની લીકમાં માહિતી ભરી સબમેટ કરવાની રહેશે.
ગુગલ ફોર્મની લીક
મારી શાળા - - હરિયાળી શાળા” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવા બાબત
Post a Comment
Post a Comment