આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમ્યાન “હર ઘર તિરંગા" કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત.
વિષય: આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમ્યાન “હર ઘર તિરંગા" કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત.
ઉપરોક્ત વિષય તથા અનુસંધાને જણાવવાનું કે, આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન “હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણી સંદર્ભે નીચે જણાવ્યા
મુજબની વિગતે યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. જે અંગેની જાણ થવા સારૂ.
- દરેક ગ્રામ પંચાયત કચેરી, સસ્તા અનાજની દુકાનો, સહકારી મંડળીઓ, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર પરથી રૂા.૨૫/- માં ધ્વજ વિતરણ અને વેચાણ કરવાના રહેશે. - ધ્વજ માટેના ડંડાની આંતરીક વ્યવસ્થા સંબંધિત જિલ્લા પંચાયતે કરવાની રહેશે.
- ગ્રામ કક્ષાએ કાર્યરત સરકારી / અર્ધસરકારી કર્મચારીઓ જેમ કે તલાટી, શિક્ષક, હેલ્થવર્કર, ગ્રામસવેક, ગ્રામ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર, આશાવર્કરને પણ ગામના વોર્ડવાઇઝ લોકોને "હર ઘર તિરંગા" કાર્યક્રમ બાબતે જાગૃત તેમજ ઉત્સાહિત કરવાની કામગીરી સોંપવાની રહેશે.
> “ હર ઘર તિરંગા" કાર્યક્રમ સંદર્ભેની માહિતી પ્રત્યેક જન સુધી પહોંચે તે મુજબ દરેક ગ્રામ પંચાયત કચેરીએ ભીંતસુત્રો ઓઇલ પેઈન્ટીંગ મારફતે દર્શાવવાના રહેશે,
- જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ મારફત શાળાના બાળકોના વાલીઓના ઘરે ઘરે તેજમ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા તમામ સરકારી અધિકારી કર્મચારીઓને ગ્રામ પંચાયત દ્વારા તેમના ઘરે તિરંગો ફરકાવે તે માટે કાર્યવાહી કરવાની રહેશે. - ગ્રામ પંચાયત કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, જિલ્લા પંચાયત કચેરીઓ સહિત જિલ્લા પંચાયત સંલગ્ન તમામ કચેરીઓ પર ધ્વજ ફરકાવવાના રહેશે. હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણી દરમ્યાન જિલ્લાની તમામ સરકારી અધિકારી કર્મચારીઓ પોતાના ટવીટર હેન્ડલ / સોશીયલ મીડીયા માધ્યમથી પ્રચાર પ્રસાર કરે તથા પોતાના ઘર પર પણ તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ ૨૦૨૩ સુધી તિરંગો ફરકાવે તે ઇચ્છનીય રહેશે. - શહેરની નજીકના ગામડાઓમાં આવેલી સોસાયટીના રહીશોને સાથે મીટીંગ કરી તેમને "હર ઘર તિરંગા" કાર્યક્રમ વિશે સમજૂત કરી પ્રોત્સાહિત કરવાના રહેશે. સ્વતંત્રા ચળવળ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો શોધી ત્યાં પણ ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ કરવાનો રહેશે. રાષ્ટ્રધ્વજ તથા ધ્વજ દંડના માપ માટે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તથા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતી વખતે તેની ગરિમા જળવાય તે પ્રમાણેની સૂચના અને માર્ગદર્શન આપવાનું રહેશે.
વધુમાં “હર ઘર તિરંગા" અભિયાન દરમ્યાનની સેલ્ફી અને ફોટોગ્રાફસ ફરજીયાતપણે www.harghartiranga.com પર અપલોડ કરવાના રહેશે.
Post a Comment
Post a Comment