Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા* *************** *મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જ…
દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત
વિષયઃ દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ની પ્રસ્તાવના તથા પ્રકરણઃ ૪ના મુદ્દા નંબર- ૪૨૦, ૪૨૮માં વિશ્વની સંસ્કૃતિઓ, વૈશ્વિક જ્ઞાન, પરંપરાગત ભારતીય મૂલ્યો, બંધારણીય મૂલ્યો વગેરે અને પ્રકરણ ૨૨માં ભારતીય ભાષાઓ, કળા અને સંસ્કૃતિનું સંવર્ધન વિશે વિધાર્થીઓને માહિતગાર કરવા અને તેનો પરિચય કરાવવા માટે જણાવવામાં આવેલ છે. આ સંદર્ભે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જીસીઇબારટી દ્વારા દિન વિશેષનું સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. આ સાહિત્ય તૈયાર કરવાનો જૈતુ વિદ્યાર્થીઓ વિવિધ બાબતો વિશિષ્ટ દિવસો, વ્યક્તિઓ, ઘટનાથી અવગત થાય તે માટેની છે. શાળા કક્ષાએ વિવિધ દિવસોની ઉજવણી સંદર્ભે શાળા કક્ષાએ કરવાનીપ્રવૃત્તિઓ પણ તેમાં ઉદાહરણરૂપે ખાપવામાં આવેલ છે. શાળામાં યોજાતી પ્રાર્થનાસભામાં આ સાહિત્ય વિશે વિધાર્થીઓને માહિતગાર કરવાના રહેશે. ઉપરાંત, શાળાઓમાં રચવામાં આવેલ બાલવૃંદના વિવિધ જૂથો દ્વારા પણ આ સાહિત્યમાં આપવમાં આવેલ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તમામ વિધાર્થીઓ તેમાં સક્રિયપણે ભાગ લે તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે.
એકસમાન બાબતો (દિવસો, વ્યક્તિઓ, ઘટનાઓ)નો અતિરેક ન થાય અને છતાં પણ વિદ્યાર્થીઓ તમામ બાબતો (દિવસો, વ્યક્તિો, ઘટનાઓ)થી માહિતગાર થાય તે ધ્યાનમાં રાખીને દિવસોની પસંદગી કરવામાં આવી છે. હાલ પ્રથમ તબક્કામાં જૂન થી ઓગસ્ટ માસના દિન વિશેષ જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર Resource Bank (GROWER) & Docutents વિભાગમાં મૂકવામાં આવેલ છે વેબસાઇટ પર મૂકવામાં આવેલ દિવસો પૈકી જે દિવસો વીતી ગયા હોય તે સંદર્ભે પણ શાળાના વિધાર્થીઓને માહિતગાર કરવાના રહેશે અને આવનાર દિવસો માટેની જાણકારી પ્રવૃત્તિ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વધુમાં ઓગસ્ટ પછીના માસની વિગતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બાબતની જાણ આપના જિલ્લાની તમામ શાળાઓને કરવા આથી જણાવવામાં આવે છે.
Post a Comment
Post a Comment